સાવરકુંડલાના પ્રતિષ્ઠિત VHRO ગ્રુપના માલિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશા અગ્રેસર રહેનારા શ્રી હિરેનભાઈ વેકરીયાની ધર્મપત્ની છેલ્લા નવ મહિનાથી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ગાયનેકોલોજી વિભાગ હેઠળ સારવાર લઈ રહ્યા હતા. નવ મહિના પૂર્ણ થતાં તેમને તારીખ ૧૯.૧૧.૨૦૨૫ ના રોજ અહીં દાખલ કરવામાં આવી.
હોસ્પિટલના અનુભવી સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. વંદિતા સલાટ દ્વારા તપાસ કર્યા બાદ તેજ દિવસે સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી. માતા અને બાળક બંને સંપૂર્ણ સુરક્ષિત અને સ્વસ્થ છે — જે હોસ્પિટલની ઉચ્ચ કક્ષાની સારવારનું જીવંત ઉદાહરણ છે.
તારીખ ૨૩.૧૧.૨૦૫ ના રોજ માતા અને બાળકને રજા આપવામાં આવતી વખતે, શ્રી હિરેનભાઈ વેકરીયાએ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પ્રકાશ કટારીયાને મળીને ₹1,11,111/- નું ઉદાર અનુદાન આપ્યું. સાથે સાથે તેમણે આરોગ્ય મંદિરની સર્વોત્તમ ગુણવત્તાની સારવાર, ડોક્ટર્સની કુશળતા અને સમગ્ર સ્ટાફના માનવતાભર્યા વ્યવહારની હૃદયપૂર્વક પ્રશંસા કરી.
આદર્શ સ્થાપિત કરનાર દાન
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં મુખ્યત્વે આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના દર્દીઓને સંપૂર્ણ નિશુલ્ક સારવાર મળે છે પરંતુ અહીંની મશીનરી, સુવિધાઓ અને સારવારની ગુણવત્તા કોઈ કોર્પોરેટ હોસ્પિટલને ટક્કર મારે તેવી છે.આથી સમાજના પ્રતિષ્ઠિત તથા ઉદ્યોગપતિ વર્ગે પણ આવી સર્વોત્તમ સેવા આપતી હોસ્પિટલનો પૂરતો લાભ લેવો જોઈએ અને સંસ્થાને “ફૂલ નહીતો ફૂલની પાંખડી” આપવી તેવો સંદેશ આપતો ઉત્તમ આદર્શ શ્રી હિરેનભાઈ વેકરીયાએ બખૂબી પ્રસ્થાપિત કર્યો છે.સંસ્થાના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટે શ્રી હિરેનભાઈ વેકરીયાના ઉદારતાભર્યા હૃદય અને સમાજકલ્યાણ માટેના ભાવને હૃદયપૂર્વક નમન કરી તેમને સહૃદય આભાર માન્યો છે




















Recent Comments