ધારી ખાતે અભ્યાસ અર્થે આવેલી એક યુવતી ભેદી સંજોગોમાં ગુમ થઈ જતાં તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતી ધારીની કોલેજ ખાતે અભ્યાસ કરવા ગઈ હતી, પરંતુ ત્યાર બાદ તે ઘરે પરત ન ફરતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શિવડ ગામની કિરણબેન રવજીભાઈ ચારોડા (ઉ.વ.૨૦) ધારી ખાતે આવેલી મહિલા યોગીજી કોલેજમાં અભ્યાસ અર્થે પોતાના ઘરેથી નીકળ્યા હતા. કોલેજ ખાતે આવ્યા બાદ, કિરણબેન કોઈને પણ જાણ કર્યા વગર ધારી ખાતેથી અચાનક ક્યાંક ચાલી ગયા હતા અને ત્યારથી તેઓ લાપતા છે. યુવતી ગુમ થતાં તેમના પરિવારે આ બાબતની જાણ ધારી પોલીસને કરી હતી અને ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કિરણબેનને શોધવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને યુવતી કયા સંજોગોમાં અને ક્યાં ગઈ છે તે જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ધારી ખાતે કોલેજ કરવા ગયેલી યુવતી ગૂમ થઈ જતા ફરિયાદ


















Recent Comments