અમરેલી

સાવરકુંડલાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બેટી પઢાઓ યોજના અન્વયે કિશોરીમેળો યોજાયો

સાવરકુંડલા-લીલીયા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં કિશોરીઓ સાથે બેટી પઢાઓ યોજના અન્વયે કિશોરીમેળો યોજાયો હતો. આ મેળા દરમિયાન બેટી બચાવો, બેટી પઢાઓ યોજના વિષયક માહિતી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ. ઉપરાંત કિશોરીઓને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કિશોરીઓના સ્વાસ્થ્ય અને માસિક સ્વચ્છતા વિષયક પણ વિસ્તૃત માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના આર.બી.એસ.કે સ્ટાફ દ્વારા આરોગ્યની તપાસણી પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં કિશોરીઓના વજન, ઊંચાઈ, એચ.બી. ટેસ્ટ સાથે બ્લડ ગૃપ ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડોક્ટર ટીમ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts