અમરેલી

સાવરકુંડલા શહેરમાં ચર્ચાના ચકડોળ પર ચડેલી એક  સરકારી કચેરી . જાણે કોઈ સોગઠાબાજીની કાર્યશાળા..!! આપનું પ્યાદું અને કોનો વજીર? 

સાવરકુંડલા શહેરમાં આવેલ એક હાર્દ સમા વિસ્તારમાં આવેલી એક સરકારી કચેરી ખાતે જાણે કોઈ રાજકીય ક્ષેત્રનું નિવાસ સ્થાન હોય તેમ અહીં રાજકીય લોકોનો સદાય મેળાવડો જોવા મળે છે. 

સાવરકુંડલા શહેરમાં એક  સરકારી ઓફિસ ખાતે રાજકીય લોકોનો હમેશા જમાવડો જોવા મળતાં શહેરના બુધ્ધિજીવોમાં એ બાબતની ચર્ચા થઈ રહી છે કે શું આ કોઈ કોઈ રાજકીય કાર્યાલય ગણવી કે સરકારી ઓફિસ ?

જ્યારે લોકોના પરસેવાની કમાણીના ટેક્સના પૈસાથી ચાલતી આવી ઓફિસમાં રાજકીય પાર્ટીનો થતો ગેરઉપયોગ વ્યાજબી ગણાય ખરો.?? એ બાબતે શહેરના બુધ્ધિજીવોમાં પણ છાનેખૂણે ભાત ભાતની ચર્ચાઓએ થતી જોવા મળે છે. 

ભારતીય લોકતંત્રની શું આવી પધ્ધતિઓ પણ હોય શકે ખરી? કે પછી બધું બારોબાર..!! તંત્ર દ્વારા આ બાબતે ગંભીર સંજ્ઞાન લઈને આવી પ્રવૃત્તિઓનો નિષેધ કરવો જોઈએ એવું શહેરના બુધ્ધિજીવોમાં ચર્ચાઈ રહ્યું છે..

Related Posts