અમરેલી

ધારી ખાતે સહકારી અગ્રણી ભાવનાબેન ગોંડલીયા દ્વારા ટેકા ના ભાવે ચણા ખરીદી કેન્દ્ર નો પ્રારંભ કરાયો

અમરેલી ના ધારી માર્કેટ યાર્ડ ખાતે સહકારી અગ્રણી ભાવનાબેન ગોંડલીયા દ્વારા તા.૨૬/૦૪/૨૫ ના રોજ ટેકા ના ભાવ થી ચણા ની ખરીદી નો પ્રારંભ કરાયો હતો અમરેલી જિલ્લા ના સહકારી અગ્રણી  ભાવનાબેન ગોંડલીયા દ્વારા ધારી ખાતે  ટેકાના ભાવે ચણાની ખરીદી નો શુભારંભ પ્રસંગે અસંખ્ય ખેડૂતો અને સહકારી અગ્રણી ઓ વેપારી ઓની વિશાળ ઉપસ્થિતિ માં  ખેડૂતો ને પોષણક્ષમ ભાવ મળી રહે એવા ઉમદા હેતુ થી સરકારશ્રી દ્વારા ખરીદી હાથ ધરવામાં આવી તેમ ભાવનાબેન ગોંડલીયા એ જણાવ્યું હતી વધુ માં  જણાવ્યું હતું કે મંડળી કક્ષાએ  પ્રથમ વર્ષ થી જ ૨૦% ડિવિડન્ડ આપતી  ખેડૂતો ની દેશ ની પ્રથમ સંસ્થા બની છે 

Related Posts