ભાવનગર તાલુકાના માઢીયા અને નર્મદ ગામ ખાતે વિકાસ યોજના અંતર્ગત સામાજિક ઓડિટ માટે જાન્યુઆરી માસમાં ગ્રામસભા યોજાઈ

ભાવનગર તાલુકાના માઢીયા અને નર્મદ ગામ ખાતે સામાજિક ઓડિટ યુનિટ ગાંધીનગર અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સી ભાવનગરના માર્ગદર્શન હેઠળ સામાજિક ઓડિટની કામગીરી માટે ગ્રામસભા યોજવામાં આવી હતી. વિવિધ યોજનાઓમાં થયેલ કામગીરી અને કરવામાં આવેલ ખર્ચ તેમજ લાભાર્થીઓની યાદીનો અહેવાલ ગ્રામસભામાં રજુ કરવામાં આવેલ હતી. આ ઉપરાંત વિવિધ યોજનાઓની માહિતી ગ્રામસભામાં આપવામાં આવી હતી.
ગ્રામવિકાસ યોજના જેવી કે મહાત્મા ગાંધી નરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ), રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, 15 મુ નાણાપંચ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, મધ્યાહન ભોજન યોજના, આઈ.સી.ડી.એસ.(આંગણવાડી), પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર(પીડીએસ) યોજનાઓના લાભો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં સામાજિક ઓડિટની કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંતર્ગત આયોજિત ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોના સૂચનો અને પ્રશ્નોના સંદર્ભે ગ્રામપંચાયતના હોદ્દેદારો, ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રશ્નોના નિરાકરણ માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી આ સભામાં જિલ્લા સામાજિક ઓડિટર ભાવનગર, તાલુકા રિસોર્સ પર્સન, વિલેજ રિસોર્સ પર્સન, વિલેજ મોનીટરીંગ કમિટીના સભ્યો અન્ય સસામાજિક સંસ્થાના આગેવાનો તથા વિવિધ યોજનાઓના શાખા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ અને માર્ગદર્શન આપેલ હતું.
Recent Comments