અમરેલી

સાવરકુંડલામાં ભવ્ય અને દિવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી,વરસતા વરસાદ વચ્ચે પણ વિરાટ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા

 સાવરકુંડલામાં જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું.

‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી’ અને ‘હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી’ના ગગનભેદી નારા સાથે આ શોભાયાત્રાનો પ્રારંભ શ્રી સનાતન આશ્રમ, જેસર રોડથી થયો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં ૧૦૮ કાનુડા, રજવાડી રથ, અને વિવિધ ફ્લોટ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત, મોટી સંખ્યામાં શણગારેલા ટ્રેક્ટરો પણ યાત્રામાં જોડાયા હતા.. ૪૩ દિવસના વિરામ બાદ આવેલા ધોધમાર વરસાદમાં પણ ભક્તોનો ઉત્સાહ એક ટકા પણ ઓછો  થયો નહોતો.  વરસાદી માહોલમાં અને આનંદ-ઉમંગ સાથે નાસિક ઢોલ અને ડી. જે

ના સંગે શહેરમાં નીકળેલ આ આ શોભાયાત્રાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. અને નગરજનોને કૃષ્ણમય વાતાવરણનોહઅનોખો અનુભવ કરાવ્યો હતો. આ દિવ્ય દૃશ્યને માણવા અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રાનું સમાપન શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે થયું હતું. આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે સાવરકુંડલા શહેરની તમામ જાહેર સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ અને હિન્દુ ધર્મપ્રેમી જનતાએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી. એક તો શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી અને એમાં મેધાની રમઝટે વાતાવરણને ખરા અર્થમાં ગોકૂળ મથુરાની અનુભુતિ કરાવતો હોય તેવાં દ્રશ્યો સર્જાયા હતા આ આયોજનની ભવ્ય સફળતા બદલ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ  પ્રણવભાઈ વસાણી અને તેમની સમગ્ર ટીમ દ્વારા તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ-રાત જોયા વગર મહેનત કરનાર તમામ સ્વયંસેવક મિત્રોનો જાહેરમાં આભાર માન્યો હતો.

Related Posts