અમરેલી

સાવરકુંડલાની શ્રી એમ.એલ.શેઠ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ઊર્જાસભર ફૂડ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન

શ્રી એમ.એલ.શેઠ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં આજ રોજ ફૂડ ફેસ્ટિવલનું આનંદમય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતે તૈયાર કરેલા પૌષ્ટિક અને વૈવિધ્યસભર ખાદ્ય પદાર્થોની રજૂઆત કરી હતી. ફેસ્ટિવલમાં કુલ ચૌદ જેટલા ખાણીપીણીના સ્ટોલ મુકવામાં આવ્યા હતા, જેમાં દરેક સ્ટોલનું સંચાલન, વેચાણ અને વ્યવહારની જવાબદારી વિદ્યાર્થીઓએ પોતે નિભાવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની બનાવેલ ફૂડ આઇટમનું વેચાણ કરી નફો પણ પ્રાપ્ત કર્યો હતો, જેના કારણે તેમની અંદર આત્મવિશ્વાસ, વ્યવહાર કૌશલ્ય અને આનંદનો ઉમળકો જોવા મળ્યો હતો. સમગ્ર કેમ્પસમાં ઉત્સાહભેર માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રાવલ, અંગ્રેજી પ્રાયમરીના પ્રિન્સિપલ તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી સંદીપકુમાર ખડદિયા અને અંગ્રેજી પ્રાયમરીના સુપરવાઈઝર અર્ચનાબેન સેજુ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મહાનુભાવોએ વિદ્યાર્થીઓના ઉત્સાહ, સર્જનાત્મકતા અને સુંદર આયોજનની પ્રશંસા કરી તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

સ્કૂલ દ્વારા આયોજન કરાયેલ આ ફૂડ ફેસ્ટિવલે વિદ્યાર્થીઓમાં પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ સાથે સાથે સંચાલન અને વ્યવસાયિક કુશળતા વિકસાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Related Posts