અમરેલી

સાવરકુંડલા શહેરને આંગણે રૂડો પ્રસંગ, વિદ્યાગુરુ ફાઉન્ડેશન આયોજિત ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૫ માં જ્ઞાનસત્રનો પ્રારંભ થયો

સાવરકુંડલા શહેરમાં આજરોજ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન આયોજિત ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૫ માં જ્ઞાનસત્રનો પ્રારંભ  પ. પૂ. મોરારીબાપુના આશીર્વાદ સાથે થયો. આ પ્રસંગે સાહિત્ય પરિષદ  પ્રમુખ હર્ષદ ત્રિવેદી, રઘુવીરભાઈ ચૌધરી, રતિલાલભાઈ બોરીસાગર, પ. પૂ. મોરારીબાપુ, પ્રેરક વક્તવ્ય સાથે યજમાન સંસ્થાના પ્રણવ પંડ્યા, પરિષદનો પરિચય  ગુજરાતી સાહિત્યના લેખકો કવિઓ સાથે સાહિત્ય સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.

સાંપ્રત સમયમાં આનંદમઠ સંદર્ભનો સાંપ્રત સમયમાં ઉલ્લેખ રઘુવીર ભાઈ ચૌધરી એ પોતાના ઉદબોધનમાં વંદે માતરમનો ઉલ્લેખ કરેલ. તો પ. પૂ. મોરારીબાપુના પ્રેરક પ્રાસંગિક ઉદબોધન દ્વારા તેમણે સાહિત્ય સત્રનો ખરો અર્થ સમજાવ્યો

વિદ્યાગુરુ ફાઉન્ડેશનના રતિલાલભાઈ બોરીસાગરે પોતાની હાસ્ય સભર શૈલીમાં જાનૈયા અને માંડવિયાનો મહિમા સમજાવી સાવરકુંડલા શહેરના બંને હાથમાં લાડવો છે એ સાવરકુંડલા શહેરનું સૌભાગ્ય ગણાય તો વિદ્યાગુરુ ફાઉન્ડેશન પ્રમુખ હરેશભાઈ મહેતાએ પોતાના ભાવસભર ગીતમાં સાવરકુંડલાને વણી લઈને સૌને સસ્નેહ આવકારેલ

તો ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીએ પણ સાહિત્ય પરિષદની સાથે સાવરકુંડલા શહેરની પ્રશસ્તિ સભર અહેવાલ રજૂ કરી સોના દિલ જીતી લીધા હતાં

છેક અમેરિકાથી ઉપસ્થિત ન રહી શકેલા નટવર ગાંધી અને પન્ના નાયકનો ભાવસભર સંદેશે પણ મંચનું ધ્યાન આકર્ષિત કરેલ

સમીરભાઈ ભટ્ટ અને પ્રણવ પંડ્યાએ પણ આ ઉદ્ઘાટન બેઠકનો દોર ખૂબ કુશળતાથી સંભાળી ગાગરમાં સાગર સમાવિષ્ટ રસપ્રદ સમા બાંધેલ

આ ઉદ્ઘાટન બેઠકમાં શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ સાહિત્ય રસિકોએ આ બેઠકને મન ભરીને માણી. આ પ્રસંગે પ. પૂ. ભક્તિરામબાપુ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીની પણ પ્રેરક ઉપસ્થિતિ જોવા મળેલ

એકંદરે સાહિત્ય સાથે સાવરકુંડલાનો નાતો સતત મજબૂત રહે તેવા સંદર્ભ સાથે

આભાર વિધિ રાજન ભટ્ટ દ્વારા કરવામાં આવી.

બપોરે ભોજન વિરામ બાદની સાહિત્ય બેઠકમાં કવિ સંમેલનનો દોર વસંત જોષીના માર્ગદર્શન હેઠળ પ્રારંભ થયો..

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવ્યકાંતભાઈ સૂચક વોરા સાહેબ પ્રકાશભાઈ કટારીયા ડો રવિયા સાહેબ અને તેની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.ધૈર્ય

Related Posts