અમરેલી

પી.એમ.શ્રી દામનગર શાળા નંબર 2 ના આચાર્યશ્રી લાભેશભાઈ રાશિયાનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો…

દામનગર પી.એમ.શ્રી દામનગર શાળા નંબર 2 ના આચાર્યશ્રી લાભેશભાઈ રાશિયાનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો…

       પીએમ શ્રી દામનગર શાળા નંબર 2 ના આચાર્યશ્રી લાભેશભાઈ રાશિયાનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો જેમાં લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગૌરાંગભાઈ જોશી, બી.આર.સી કો-ઓર્ડીનેટર પિયુષભાઈ વિરડીયા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ મકવાણા અમરેલી જિલ્લા શિક્ષક મંડળીના પ્રમુખ ધીરુભાઈ કોટડીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ હિતેશભાઈ સોરઠીયા મહામંત્રી જયદીપભાઇ સરવૈયા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના તાલુકા અધ્યક્ષ અલ્પેશભાઈ કાકડીયા મહામંત્રી મહેશભાઈ ચૌહાણ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભાવેશભાઈ કાલિયાણી વિવિધ સહકારી સંસ્થામાં નેતૃત્વ કરતા હરજીભાઈ નારોલા  દામનગર પે.સેન્ટર શાળા નંબર 2 ની પેટા શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ શેઠ શ્રી એમ.સી.મહેતા હાઈસ્કૂલના આચાર્ય શ્રી પાર્થેશભાઈ ત્રિવેદી અને  સમગ્ર સ્ટાફ તથા બહોળી સંખ્યામાં શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ લાભેશભાઈ રાશિયાનું નિવૃત્તિ સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા જેઓએ શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી પ્રમાણપત્ર અર્પણ કરી નિવૃત્ત જીવનની શુભકામના પાઠવી હતી.આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ સુંદર કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમ સફળ સંચાલન રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક સંઘના જિલ્લા આગેવાન અને શાળાના શિક્ષક શ્રી નરેશભાઈ ડોડીયાએ કર્યું હતું..કાર્યક્રમની સફળતા બદલ શ્રી દીપકભાઈ અગ્રાવતએ તમામ મહેમાનોનો તથા શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો…..

Related Posts