અમરેલી

હજીરાધાર પ્રા.શા આચાર્ય મનુબેન ચાવડા સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો

દામનગર ના હજીરાધાર પ્રા. શા ના આચાર્ય પદે સેવારત મનુબેન ચાવડા સેવા ની નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો મનુબેન ચાવડા ના સેવા નિવૃત્તિ પ્રસંગે અનેક કેળવણી પ્રેમી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના અગ્રણી સ્થાનિક અગ્રણી ઓ વાલી ઓ વિદ્યાર્થી ઓની વિશાળ ઉપસ્થિતિ માં મનુબેન ચાવડા ના સમગ્ર જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા અનેક મહાનુભવો એ સ્મૃતિ ઓ વાગોળી ફરજ પરસ્ત સમય પાલન કર્તવ્ય નિષ્ઠ શિક્ષક તરીકે અનેક વિદ્યાર્થી ઓના ઉત્તમ જીવન ઘડતર માં મહત્વ યોગ દાન આપી જતા મનુબેન ચાવડા ના સેવા નિવૃત સમયે કેળવણી નિરીક્ષક ગૌરાંગભાઈ જોશી જરખિયા શાળા ના રમેશભાઈ ગોહિલ બી આર સી પીયૂસભાઈ ભાલવવા ધામેલ ધામેલપરા શાળા પરિવાર સ્થાનિક અગ્રણી નારણભાઈ મકવાણા ધીરુભાઈ કાલીયાણી પત્રકાર વિનુભાઈ જયપાલ સંગીતાબેન કાલીયાણી આંગણવાડી વર્કર મીનાબેન માંગુકિયા મભયો મંજુલાબેન એમ બોરીચા સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતું માં ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો હતો મનુબેન ચાવડા ની સેવા ની સરાહના સાથે અનેક શાલ શિલ્ડ સન્માનપત્ર પુસ્તકો સ્મૃતિ ચિન્હ સાકર પડો અર્પી વિદાયમાન અપાયું હતું

Related Posts