સાવરકુંડલાના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ગૌરવ સમા આર્મી ઓફિસર સુબેદાર યોગેશભાઈ બળવંતભાઈ જાની એ લગાતાર 22 વર્ષની ઇન્ડિયન આર્મીમાં નોકરી કરી વય નિવૃત્ત વેળાએ આર્મીમેન થી જુનિયર કમિશન ઓફિસર સુધીની સફર ખેડી માદરે વતન સાવરકુંડલા પધારતા સુપ્રસિધ્ધ વાંકુની ધાર મુકામે આશ્રમના ગાદીપતિ મહંત પૂજ્ય રામબાલકદાસ બાપુના અધ્યક્ષ સ્થાને સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવેલ તેમના જ મોટાભાઈ અતુલભાઇ જાની બી.એસ.એફ. માં 21 વર્ષની નોકરી કરી એક વર્ષ પહેલા વય નિવૃત્ત થયેલ સેવા નિવૃત ફોજી યોગેશભાઈજાની આશ્રમના સત્સંગ હોલમાં પ્રવેશતા સ્નેહીજનોએ પુષ્પવૃષ્ટિ સાથે આવકારેલ કાર્યક્રમને આખરી ઓપ આપનાર લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર અમિતભાઈ વેગડા ચુડા એ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતવૃંદ તેમજ આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત કરેલ પૂજ્ય રામબાલકદાસબાપુ તથા સંતવૃંદને આર્મી મેન યોગેશભાઈ જાનીએ પુષ્પમાળા તથા શાલ ઓઢાડી સન્માનિત કરી આશીર્વાદ આપેલ લઘુ મહંત પૂજ્ય કરુણાનિધાનબાપુ, સ્વામિનારાયણ સંપ્રદાય ના શાસ્ત્રી નારાયણજીવનદાસજી સ્વામિનારાયણ મંદિર સાવરકુંડલા, ભગતબાપુ કરજાળા એ આશીર્વચનો રામાયણની ચોપાઈઓના મંગલાચરણ સાથે સાવરકુંડલાના બંને ભાઈઓએ રાષ્ટ્રની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી ભારતની બોર્ડર ઉપરના સીમાડાઓને સાચવી હેમખેમ સેવા નિવૃત થયેલ તે બદલ પરિવારના પિતા તેમજ માતૃશ્રીને અભિનંદન પાઠવેલ
આતકે નંદલાલભાઈ બામટા, આનંદધારા ચાપરડા પ્રતિનિધિ ભાનુભાઈ જોશી, વિસાવદર વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે દેશની રક્ષા કાજે વીર જવાનો આજે સુખની નીંદ ત્યાગી દેશના સીમાડાઓ સાચવીને બેઠાછે ત્યારે આપણે સુરક્ષિત છીએ બાદ જવાન પોતાનું શેષ જીવન પરિવાર સાથે સુખમય અને તંદુરસ્તી સાથે વિતાવે અને જરૂર પડ્યે રાષ્ટ્રની સેવા કાજે યુવાનોના પથદર્શક બની રહે તેઓ અનુરોધ કરેલ રાષ્ટ્ર પ્રત્યેનો દેશપ્રેમ જોઇ એન.આર.આઇ. મહિલાએ છંદનું ગાન કરી અભિનંદન પાઠવેલ પૂજ્ય રામબાલકદાસ બાપુએ આશીર્વાદ પાઠવેલ જ્ઞાતિ, સમાજ અને રાષ્ટ્રની ભાવના જાગે અને ભાવિ પેઢીમાં ધર્મ સંસ્કૃતિના બીજ રોપાય તેવો અનુરોધ કરેલ સ્નેહીજનોએ જવાનને પુષ્પમાળા પહેરાવી સન્માનિત કરેલ ફૌજી યોગેશભાઈ જાની એ આજે આ મારું સન્માન નથી બલ્કે આપ સૌએ રાષ્ટ્રનું સન્માન કર્યુંછે તે બદલ રાજીપો વ્યક્ત કરી ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરેલ કાર્યક્રમમાં કોઠારી હરિસ્વરૂપદાસજી સ્વામી, નવલભાઇ જોશી તથા ભીખુભાઈ જોશી પાટી, એ.એસ.આઈ. દેવેન્દ્રભાઈ જોશી ખાંભા પોલીસ, પત્રકાર અરવિંદભાઈ દવે તથા સંજીવભાઈ જોશી, ચંદ્રકાંતભાઈ મહેતા સરસિયા, કુણાલભાઈ રવૈયા તેમજ બહોળી સંખ્યામાં વડીલો, માતાઓ, બહેનો ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નિલેશભાઈ ઉનાગર એ કરેલ. અંતમાં હનુમાન ચાલીસાના પાઠનું સમૂહ ગાન કરવામાં આવ્યું બાદ પંચમુખી હનુમાનજી દાદાને ધરેલ નૈવેદ્ય પ્રસાદ ભોજન ગ્રહણ કરી ધન્યતા અનુભવેલ અંતમાં અતુલભાઇ જાનીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌનો આભાર વ્યક્ત કરેલ.
Recent Comments