અમરેલી ઈશ્વરીયા ધર્મકુળ પરિવાર વડતાલ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે મહા રક્તદાન કેમ્પ નું નાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું.વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિશ્વર પ. પુ.1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ ના રૂડા આશીર્વાદ થી પ. પુ. ભાવિઆચાર્ય શ્રી 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદ મહારાજ ની આજ્ઞા થી કેન્સર પીડિત દર્દીઓના લાભાર્થે મહારક્તદાન કેમ્પ
નું આયોજન ભારત સહિત અન્ય 7 દેશોમાં પણ કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ અમરેલી જિલ્લામાં ઈશ્વરીયા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે મહારક્તદાન કેમ્પમાં ભગવાનનાં 9 મી પેઢી ના દિકરા પુજ્ય ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી એ પોતે રક્તદાન કરી ભક્તો નેં કરવાં પ્રેરણા આપી હતી આ પ્રસંગે રાજકોટ સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા આ સાથે પુજ્ય અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી ની આજ્ઞાથી પુજ્ય બહેન શ્રી બચુબાશ્રી એ પણ સ્વયં રક્તદાન કરી મહિલા ભક્તો ને રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યાં હતા આજ રોજ ઈશ્વરીયા શ્રી સ્વામિનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો જેમાં મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા આદિક ઉપસ્થિત રહ્યા હતાં.

















Recent Comments