ગુજરાત

ભાલકા મંદિરે માં ભવ્ય પતંગ મહોત્સવ યોજાયો

ભાલકા મંદિરે કૃષ્ણ ભગવાન ના સાંનિધ્યમાં ભવ્ય પતંગ મહોત્સવ નું આયોજન કરાયેલ હતું જેમાં યાત્રીકોસ્થાનીકોને વિના મુલ્યે પતંગદોરો,શેરડી,તલ મમરા ના લાડુ સહીત અનેક વસ્તુઓનું વિના મુલ્યે પ્રસાદી અપાયેલ હતી આ ભવ્ય પતંગ મહોત્સવ માં ફીલ્મ ટીવી સ્ટાર હેમાલી સેજપાલ સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

સોમનાથ ટ્રસ્ટ ના સહકાર દર વર્ષે ભાલકા મંદિરે કૃષ્ણ ભગવાન ના સાંનિધ્યમાં ભવ્ય પતંગ મહોત્સવ યોજાય છે જેમાં ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ ના દીપક કકકડે જણાવેલ હતું કે વિશાળ ગ્રાઉન્ડ માં હજારો યાત્રીકોસ્થાનીકો ની ઉપસ્થિતીમાં ડીજે સાથે આ ભવ્ય પતંગ મહોત્સવ ઉજવાયેલ હતો જેમાં ફીલ્મ ટીવી સ્ટાર હેમાલી સેજપાલ ઉપસ્થિત રહેલ હતા તેમજ સોમનાથ ટ્રસ્ટ ના અજય દુબે,સુરૂભા જાડેજા,વિકૂમ શામળા,જીતપુરી ગૌસ્વામી સહીત સ્થાનીક અનેક આગેવાનો ઉપસ્થિત રહેલ હતા આ પ્રસંગે હેમાલી સેજપાલ નું ભવ્ય સન્માન કરાયેલ હતું ડીજે સાથે અનેક યાત્રીકો સ્થાનીકોએ ભવ્યરાસગરબા પણ લીધા હતા બાળકો તથા આવેલ તમામ યાત્રીકો સ્થાની કોને વિના મુલ્યે પતંગ,દોરો,ચીકી,તલ મમરા ના લાડુ શેરડી સહીતની અનેક વસ્તુઓ પ્રસાદી રૂપે આપવામાં આવેલ હતી.

પ્રભાસપાટણ ત્રીવેણી રોડ ઉપર પુજય ડોગરેજી મહારાજ અન્નક્ષેત્ર માં હેમાલી સેજપાલ નું સન્માન અશોકભાઈ પરમાર,ધનસુખભાઈ પીઠડ દ્વારા કરવામાં આવેલ હતું તેમજ બન્ને ટ્રસ્ટીઓ છેલ્લા ૫૩ વર્ષથી વિશ્વભર માંથી આવતા તમામ યાત્રીકો બાવાસાધુ ઓને વિના મુલ્યે ભોજન પ્રસાદી અપાય રહેલ છે તેની માહીતી અપાય રહેલ છે ૨૪ કલાક શુધ્ધ પાણી મળી રહે તે માટે વિશાળ આરઓ પ્લાન્ટ પણ કાર્યરત છે સોમપુરા બ્રહમસમાજ દ્વારા ત્રીવેણી નદી કાંઠે દરરોજ સાંજે ત્રીવેણી નદી ની આરતી નું આયોજન થાય છે તેમાં પણ ભકિતભેર હાજરી આપેલ હતી આરતી નો લાભ લીધેલ હતો સોમનાથ સ્વાભીમાન પર્વ ને ૧૦૦૦ પુર્ણ થતા મંદિર તથા પરીષર માં ભવ્ય શુસોભન તેમજ યોજાયેલ કાર્યક્રમ માં સહભાગી બનેલ હતા.

ભાલકા મંદિરે વર્ષોથી પતંગ મહોત્સવ ઉજવાય છે તેમાં મીલનભાઈ જોશી,રામભાઈ સોલંકીવિપુલભાઈ રાજા,દીલીપ જશાભાઈ બારડઅભય હીરાભાઈ જોટવા,ધનસુભાઈ પીઠડઅશોકભાઈ પરમાર,વેજાનંદભાઈ વાળામીત રોહનભાઈ વૈધવેરાવળ મર્કન્ટાઈલ બેંક નો ખુબજ મોટો સહયોગ મળી રહેલ હતો

Related Posts