દામનગર સમસ્ત શહેર આયોજિત પાલખી યાત્રા શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી બપોરે ૩-૦૦ કલાકે દિવ્ય પાલખી યાત્રા પ્રસ્થાન થઈ શહેર ભર ના મુખ્ય રાજ માર્ગો ઉપર દર્શનીય નજરા સાથે ફરી સાંજે ૭-૩૦ કલાકે પહોંચી શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે હજારો શ્રદ્ધાળુ ભાવિકો ની જન મેદની વચ્ચે દિવ્ય પાલખી દામનગર શહેરી તેમજ અનેકો ગ્રામ્ય વિસ્તારો માંથી ભાવિકો જોડાયા બપોર પછી દામનગર શહેર ની સમગ્ર બજારો હીરા ઉદ્યોગ કારખાના ઓએ સજ્જડ બંધ પાળી પાલખી યાત્રા જોડાયા પાલખી યાત્રા ના રૂટ ઉપર અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાનો સંગઠનો દ્વારા શ્રદ્ધાળુ ભાવિકો માટે ચા પાણી ઠંડા પીણા શરબત સ્ટોલ દામનગર સહિત આસપાસ ની ધાર્મિક જગ્યા ઓના સંતો ની ઉપસ્થિતિ માં ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા માં અઢારેય આલમ ની ઉપસ્થિતિ વચ્ચે સિદી બાદશાહ ના ધમાલ નૃત્ય અને હેરત અંગેજ કરતબો સાથે ધ્યાનાકર્ષક રીતે સમગ્ર શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર હરહર મહાદેવ ના ગગન ભેદી નાદ કરતી શ્રી કુંભનાથ મહાદેવ પહોંચતા ધ્વજા રોહણ સાથે એકજ પગત માં હજારો ભાવિકો ને ફરાળ પ્રસાદ મવ્યો હતો સમગ્ર પાલખી યાત્રા રૂટ ઉપર આવતા દરેક ધર્મ સ્થાનો પૃષ્ટ્રિય માર્ગીય હવેલી ખાતે કૃષ્ણ મેળાપ રામજી મંદિર ખાતે શ્રી રામ પંચાયત રોકડીયા હનુમાનજી શ્રી ખીડિયાર માતાજી સહિત ના દેવ સ્થાનો માં પાલખી યાત્રા પધારતા હર્ષ ઉલ્લાસ સાથે આગળ વધી હતી પાલખી યાત્રા ના સમગ્ર રૂટ ઉપર સતત ખડે પગે સ્થાનિક પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો ગદગદિત માનવ મેદની વચ્ચે સમસ્ત દામનગર શહેર આયોજિત પાલખી યાત્રા થી સમસ્ત શહેર શિવ મય બન્યું ઠેર ઠેર હર હર મહાદેવ ના સ્મરણ સાથે પાલખી યાત્રા ના દર્શન માટે રોડ રસ્તા ની બંને તરફ કતાર બંધ શ્રદ્ધાળુ ભાવિકો એ દાદા દર્શન માટે કલાકો સુધી ખડે પગે ઉભા રહ્યા પાલખી યાત્રા માં દાદા ની પાલખી માટે યુવાનો માં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો ડમરુ શંખ નાદ ની ધ્વનિ સાથે પાલખી યાત્રા ની ભવ્યતા અને દિવ્યતા અસ્મરણીય બની રહી હતી
હજારો ભાવિકો સાથે શ્રી વેજનાથ મંદિર થી પ્રસ્થાન શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે પહોંચી ભવ્ય પાલખી યાત્રા

Recent Comments