લાયન્સ ક્લબ્ઝ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨-જે, રીજીયન- ૫ દ્વારા લાયનવાદમાં દરેક સ્તરના નવનિયુક્ત પદાધિકારીઓ માટે વિશિષ્ટ “સ્કૂલિંગ – અમૂલ્ય” કાર્યક્રમનું આયોજન તા. ૨૦-૦૭-૨૦૨૫ ને રવિવારે સારાહિ તપોવન આશ્રમ અમરેલી મુકામે સવારે ૯-૦૦ થી બપોરના ૨-૦૦ કલાક સુધી આયોજીત કરવામાં આવેલ હતું .
કાર્યક્રમની શરૂઆતમાં લાયન અશ્વિનભાઈ ડોડીયા દ્વારા ધ્વજવંદના બાદ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન ઋજુલભાઈ ગોંડલીયા દ્વારા સ્વાગત ઉદબોધન કરવામાં આવેલ હતું. પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નરશ્રી વસંતભાઈ મોવલીયાએ દીપ પ્રાગટ્ય કરેલ હતું અને કાર્યક્રમને સફળતા અંગેની શુભેચ્છા પાઠવી હતી. તેમજ સારહિ યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણીએ પણ સારહિ તપોવન આશ્રમ અંગેની માહિતી આપેલ અને આ સ્કૂલિંગ કાર્યક્રમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. રીજીયન ચેરપર્સન લાયન જયેશભાઈ પંડ્યાએ સ્કૂલિંગ કાર્યક્રમની રૂપરેખા સાથે તેના મહત્વ અંગેની ચર્ચા કરેલ હતી. લાયન્સ ક્લબ્ઝ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ – જે ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન અભયભાઇ શાહ દ્વારા ઓનલાઇન પદાધિકારીઓ સાથે ચર્ચા કરી કાર્યક્રમની વધુ સફળતા માટે શુભકામના પાઠવી હતી.
લાયન્સ ક્લબ્ઝ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ – જે રીજીયન – ૫ માં નવનિયુક્ત થયેલ પ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર, ઉપપ્રમુખ અને ડિસ્ટ્રીક્ટના પદાધિકારીઓ માટે યોજાયેલ સ્કૂલિંગમાં પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નરશ્રી લાયન કમલેશભાઈ શાહ, લાયન વિનોદભાઈ સરવૈયા, તેમજ ડિસ્ટ્રીક્ટ ચેર પર્સન લાયન પ્રા. એમ. એમ. પટેલ, લાયન દિનેશભાઈ સોરઠીયા, લાયન રાકેશભાઈ નાકરાણી, લાયન તુષારભાઈ પટેલ વગેરે દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં લાયન્સ વ્યવસ્થાપન, ફરજો, જવાબદારીઓ, લીડરશીપ, ક્લબ ફાયનાન્સ, રિપોર્ટિંગ, બ્રાન્ડિંગ, ટીમ વર્ક, મૂલ્યો આધારિત કેળવણી, લીયો સાથે સંકલન, ક્લબની કામગીરી તથા સેવા પ્રોજેક્ટ વગેરે અંગેની સવિસ્તર માહિતી આપવામાં આવેલ હતી. સ્કૂલિંગ એ માત્ર તાલીમ નથી – તે એક શ્રેષ્ઠ નેતૃત્વના નિર્માણ માટેનું મોટું રોકાણ છે. તાલીમ મેળવેલા પદાધિકારીઓ લાયન્સ મૂલ્યોના સાચા પ્રતિનિધિ બને છે. પદાધિકારીઓને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત તેમજ ઉત્કૃષ્ટ સ્તંભ બનવા અપીલ કરેલ હતી.
કાર્યક્રમ અંગેનો પ્રતિભાવ ઝોન ચેરપર્સન લાયન કૌશિકભાઇ હપાણીએ આપેલ હતો. અમરેલી, સિહોર, સાવરકુંડલા અને ભાવનગરમાંથી કુલ સાત લાયન્સ ક્લબના પદાધિકારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ લાયન પરેશભાઈ કાનપરિયાએ કરી હતી અને સભાનું સંચાલન લાયન શરદભાઈ વ્યાસે સંભાળ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા લાયન પરેશભાઈ આચાર્ય, લાયન મનોજભાઈ કાનાણી, લાયન ભગવાનભાઈ કાબરીયા, લાયન રમેશભાઈ ગોલ, લાયન મહેશભાઈ પટેલ, લાયન સાહસભાઈ ઉપાધ્યાય, લાયન અશ્વિનભાઈ સંપટ, લાયન મુસ્તુફા આફ્રિકાવાલા, લાયન નરેશભાઈ જોગાણી, લાયન નરોત્તમભાઈ સાકરીયા, લાયન રાજેશભાઈ માંગરોળીયા લાયન વિનુભાઈ આદ્રોજા, લાયન કૌશલ દવે વગેરેએ જેહમત ઉઠાવેલ હતી.
Recent Comments