સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા લોહાણા બોર્ડિંગે ‘શ્રી વીરદાદા જસરાજ સેના આયોજિત પંદરમા રઘુકુળ નવરાત્રી મહોત્સવની ઉજવણી સંદર્ભે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા પંદર વર્ષથી સતત યોજાઈ રહેલો આ મહોત્સવ આ વર્ષે પણ માતાજીના ભક્તો માટે આસ્થા અને ઉલ્લાસનું કેન્દ્ર બન્યો છે. આ પવિત્ર પર્વમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો ઉપસ્થિત રહીને માતા આદ્યશક્તિની આરાધના કરતાં જોવા મળ્યા .આ સમગ્ર આયોજનમાં વીરદાદા જસરાજ સેનાના તમામ રઘુવંશી કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખભેખભા મિલાવીને કાર્ય કરતાં જોવા મળેલ. આ મહોત્સવમાં રઘુવંશી સમાજના દાતાઓ દ્વારા આપવામાં આવતા અનુદાનથી યોજાય છે. સાવરકુંડલા શહેરના રઘુવંશી સમાજના લોકો આ નવરાત્રિ મહોત્સવમાં ઉમંગભેર ભાગ લઈને માતાજીની સ્તુતિ અર્ચના રાસ ગરબા પૂર્ણ શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે ગરબે ઝૂમતા જોવા મળે છે. સંગીતના સથવારે માતાજીના રાસ-ગરબાની રમઝટ બોલે છે. આમ આ નવરાત્રિ મહોત્સવ ઉપસ્થિત ભાવિકો ભક્તિભાવથી ગરબે ઘૂમીને માતાજીના ગુણગાન ગાય છે. આ કાર્યક્રમમાં દાતાશ્રીઓ, આગેવાનો અને રઘુવંશી સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ભક્તિમય વાતાવરણનો હિસ્સો બની રહ્યા છે.આ મહોત્સવ દરમિયાન ઉપસ્થિત તમામ માટે દરરોજ અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.જયારે ટ્રેડિશનલ પોશાકમાં રાસ ગરબા લેતા ખેલૈયાઓએ પ્રોત્સાહક ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ સંસ્થા આ સિવાય પણ ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ યુવાનો અને વડીલો બંને ખભેખભા મિલાવીને કાર્ય કરી રહ્યા છે, જે સંગઠનશક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના તમામ સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ગરબા મહોત્સવમાં દરરોજ રાત્રે નાસ્તાનું આયોજન કરવામાં આવે છે.
શક્તિની આરાધના, ભક્તિભાવ અને સમાજસેવાના અનોખા સંગમ દ્વારા વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરી અન્ય માટે પ્રેરણાદાયી સ્ત્રોત બને છે. આ કાર્યક્રમનું આયોજન ધાર્મિક વૈદિક પૂજા-અર્ચના સાથે ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે.


















Recent Comments