અમરેલી

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ગ્રીન આર્મી ટિમ સુરત નો ભવ્ય સત્કાર

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પધારેલ પ્રકૃતિ રક્ષા નું બેનમૂન કાર્ય કરતી સુરત સ્થિતિ સંસ્થાન ગ્રીન આર્મી ટિમ દાદા ના દર્શને પધારતા મંદિર પ્રશાસન દ્વારા ભવ્ય સત્કાર વર્ષ ના ૩૬૫ દિવસ વહેલી સવારે ૩૬૫ સેનિક ધરાવતી ગ્રીન આર્મી દ્વારા સુરત શહેર ની ખૂબ સુરતી માટે નિસ્વાર્થ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર ની મુહિમ સર્વ વિદિત છે સરદાર પટેલ ના સ્વરાજ આશ્રમ બારડોલી થી પ્રસ્થાન થયેલ “સૌના ના સરદાર” સ્લોગન સાથે સરદાર સન્માન યાત્રા પૂર્વે યાત્રા ના રૂટ ઉપર ૩૬૫ વૃક્ષ મંદિર બ્રહ્મ વિષ્ણુ મહેશ સ્વરૂપ ત્રિદેવ વૃક્ષ મંદિર નિર્માણ કરવાના અભિયાન સાથે ગત તા.૦૫ સપ્ટેમ્બરે બારડોલી થી વૃક્ષારોપણ કરતી ગ્રીન આર્મી ટિમ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે પધારતા મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય સત્કાર કરાયો હતો પ્રકૃતિ રક્ષા માટે અવિરત સેવા થી ખૂબ રાજીપો વ્યક્ત કરતા મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ દુષયનભાઈ પારેખ હરજીભાઈ નારોલા સુધીરભાઈ પારેખ અમરશીભાઇ પરમાર ભરતભાઇ ભટ્ટ સહિત ના ટ્રસ્ટી ઓ મેનેજિંગ ટ્રસ્ટી પૂજારી પરિવાર એવમ કર્મચારી સ્વયંમ સેવકો ની વિશાળ ઉપસ્થિતિ માં ગ્રીન આર્મી ટિમ ની સેવા ની સરાહના કરાય હતી ગ્રીન આર્મી ટીમે સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે શ્રી રામદૂત ના સાનિધ્ય માંથી સેવા સમર્પણ ના સદગુણ ની શીખ મળી રહી છે શ્રી ભુરખિયા હનુમાનજી દ્વારા અમારી ગ્રીન આર્મી ના સેન્ય ને અવિરત પ્રકૃતિ રક્ષા માટે શક્તિ આપે તેવી પ્રાર્થના કરી એ છીએ 

Related Posts