તીર્થ ગામ હણોલ ખાતે આવતી ઉતરાયણ પર્વ નિમિત્તે ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ મહોત્સવના અનુસંધાને આજે તીર્થ ગામ હણોલમાં દીકરીઓને આત્મનિર્ભરતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવા માટે જુવારા વાવણી
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અંતર્ગત ગામની દીકરીઓને જુવારા વાવવા માટે કુંડા વિતરણ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ અંતર્ગત આવતી ૧ જાન્યુઆરીના રોજ કુંડામાં જુવારા રોપણ કરવામાં આવશે અને ત્યારબાદ જુવારા યાત્રાનું આયોજન કરવામાં આવશે.
આ યાત્રા દ્વારા પરંપરા, સંસ્કૃતિ, આત્મનિર્ભરતા અને દીકરીઓના સશક્તિકરણનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક, સામાજિક અને લોકકલાને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું
છે, જેનાથી ગ્રામ્ય સંસ્કૃતિને નવી ઓળખ મળશે.
આ સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો, મહિલા શક્તિ, યુવાઓ તથા સ્થાનિક આગેવાનોનો ઉત્સાહભેર સહયોગ મળી રહ્યો છે.


















Recent Comments