તારીખ 28/12/2025 ને રવિવારના રોજ ગણેશ શાળા ટીમાણામાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શાળામાં વાર્ષિકોત્સવના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન તથા શૈક્ષણિક વર્ષ 2025 – 26 ના પ્રથમ સત્રનું પરિણામ વિતરણ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં વિવિધ 15 જેટલી કૃતિઓ રજૂ થશે તથા 300 થી વધારે બાળકોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પરિવાર સાથે પધારવા શાળા પરિવાર દ્વારા દરેક વાલીગણ, ભૂતપૂર્વ વિધાર્થીઓ આજુબાજુના વિસ્તારોના સર્વે લોકોને પધારવા હાર્દિક આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.
ગણેશ શાળા – ટીમાણામાં યોજાશે ભવ્ય ત્રિવિધ કાર્યક્રમ


















Recent Comments