અમરેલી

સાવરકુંડલાના કુંડલપુર હનુમાનજી મંદિરે દ્વિ-દિવસીય ભવ્ય પાટોત્સવનું આયોજન. 

​મેઈન બજારમાં સાવરકુંડલાની

હનુમંત વીર બિરાજે છે,

કુંડલપુરના શિખર પર આજે,                      ભક્તિના નાદ ગાજે છે.

​શ્રદ્ધા તણો આ ઉત્સવ,

હૈયે ઉમંગ લાવશે,

દાદાના દ્વારે ભક્તોનો,                       મહેરામણ ઊમટી આવશે.

–“પાંધી સર”

સાવરકુંડલામાં મેઈન બઝારમાં બિરાજતા પરમ પૂજ્ય શ્રી કુંડલપુર હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી આગામી સમયમાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહંતશ્રી કરશનગિરિબાપુ, લઘુમહંતશ્રી બાવ બાપુ તથા દર્શનગિરિ બાપુ (લાલબાપુ)ના માર્ગદર્શન હેઠળ આ ધાર્મિક મહોત્સવ ઉજવાશે.

​આ પાટોત્સવ અંતર્ગત તારીખ ૧૧-૦૪-૨૦૨૬, શનિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકથી બગસરા મંડળ દ્વારા ભવ્ય ‘સુંદરકાંડ’ના પાઠનું આયોજન મંદિર પરિસર, મેઈન બજાર ખાતે રાખવામાં આવ્યું છે. આ જ દિવસે રાત્રે ૮:૩૦ કલાકે શ્રી લોહાણા મહાજન વાડી ખાતે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું છે.

​મહોત્સવના બીજા દિવસે, તારીખ ૧૨-૦૪-૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯:૦૦ કલાકથી ‘હોમાત્મક પંચ કુંડી યજ્ઞ’ પ્રારંભ થશે, જેની પૂર્ણાહુતિ (બીડું હોમવાનો સમય) સાંજે ૪:૩૦ કલાકે રહેશે. આ પ્રસંગે જૂનાગઢ, અમરેલી અને સાવરકુંડલા પંથકના અનેક નામી-અનામી સંતો-મહંતો આશીર્વાદ પાઠવવા ઉપસ્થિત રહેશે. કુંડલપુર હનુમાનજી મંદિરના સેવકગણ અને મનોરથી પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પાવન અવસરે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Posts