અમરેલી

અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સમૂહ યજ્ઞ પવિત (જનોઈ બદલવા)નો કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સમૂહ યજ્ઞ પવિત (જનોઈ બદલવા)નો કાર્યક્રમ રાજગોર બ્રહ્મ સમાજની વાડી મુકામે શાસ્ત્રી ચંદ્રેશ ભાઈ જોષી અને વેણી દાદા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી યોજવામાં આવેલ હતો આ પ્રસંગે સમગ્ર અમરેલી શહેરમાંથી બહોળી સંખ્યામાં ભૂદેવ જનોઈ બદલવા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ મુકુંદ ભાઈ મહેતા અને મહામંત્રી ભગીરથભાઈ ત્રિવેદીએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરેલો અને ભવિષ્યમાં આવોજ સાથ સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરેલી હતી અને બ્રહ્મ સમાજના સંગઠન ને વધુ બળવત્તર બનાવવા આહ્વાવાન કરેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા પારસ ભરાડ,પ્રકાશભાઇ આચાર્ય, પરેશ ભાઈ આચાર્ય, સંજયભાઈ જોષી, હસુ દાદા જોશી, મૂકેશ તેરૈયા ,ભરતભાઈ મહેતા, પંકજ ભાઈ મહેતા,બાબુલ ત્રિવેદી, દિગત ભટ,શાસ્ત્રીપાર્થભાઈ વગેરે જહેમત ઉઠાવેલી હતી

Related Posts