સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી. કાણકિયા આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે સાવરકુંડલા દ્વારા કોમર્સ તેમજ આર્ટસના વિદ્યાર્થીઓ માટે કારકીર્દી ઘડતર પર એક ખૂબ જ રસપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાસાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે નિવૃત પ્રજ્ઞાચક્ષુ પ્રોફેસર ડો. વિજયભાઈ કારિયા હાજર રહ્યા હતા. ડો. વિજયભાઈ કારિયા પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ગોંડલ મહિલા કોલેજ ખાતે કોમર્સ વિભાગના પ્રોફેસર તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત તેઓશ્રી મોટીવેશનલ સ્પીકર તરીકે પણ અનેક સ્કૂલ-કોલેજો તેમજ કંપનીઓમાં સેમિનાર આપવા જાય છે. આ ઉપરાંત તેઓશ્રી કુશળ ચેસ પ્લેયર અને ઉત્તમ ગાયક પણ છે. પોતાના વક્તવ્યમાં તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં કારકિર્દીનું ઘડતર કેવી રીતે કરવું તેના વિશે ખૂબ જ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે કોમર્સ વિભાગના પ્રો. ડો. એચ. આર. દેસરાણી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના શ્રી જીજ્ઞેશભાઈ મહેતાએ ટેકનિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન પ્રો. ડો. કલ્પેશ રાડીયાસર દ્વારા કરવામાં આવ્યું હતું.


















Recent Comments