વિધાર્થીઓને વ્યસનની આડઅસરો તેમજ રોજબરોજની જીવનશૈલી વિશે નિષ્ણાત વૈધ દ્વારા માર્ગદર્શન અપાયું
ઉપરોક્ત શીર્ષક હેઠળ ગણેશ શાળા ટીમાણા ખાતે પ્રસિદ્ધ વૈદ્યશ્રી મહેંન્દ્રસિંહ સરવૈયાના મુખેથી વિદ્યાર્થીઓ સાથે આરોગ્યલક્ષી વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું અને માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થીઓને વ્યસનની આડઅસરો,તેમજ રોજબરોજની જીવનશૈલી વિશે વૈદ્યશ્રીએ જણાવ્યુ હતું કે ઝંકફૂડ કેટલું નુકશાનકારક છે, તેમજ વિદ્યાર્થીઓમા ખોરાકની સુટેવ વિકસે તે અંતર્ગત વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને શાળાના તમામ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્ત રહેવા તેમજ ખોરાકની સુટેવ માટે વૈદ્યશ્રીને વચન આપ્યું હતું કે અમો તેનું ચુસ્તપણે પાલન કરીશું.
આ સાથે વૈદ્યશ્રીએ આધુનિક આયુર્વેદમાં કેટલાય રોગોનું નિરાકરણ વિશે જણાવ્યુ હતું. તેમજ ગાય પ્રત્યે સહાનુભૂતિ કેળવવા વિદ્યાર્થીઓને હાંકલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સર્વે ભવન્તુ સુખીન: સર્વે સંતુ નિરામીયાના ભાવ સાથે પૂર્ણ થયો.


















Recent Comments