રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશમાંથી હૈયુ હચમચાવી દે તેવી ઘટના સામે આવી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી જેમાં એક પિતાએ પોતાના ચાર બાળકો ગળું કાપીને હત્યા કરી અને ત્યાર બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો.
આ ઘટના બાબતે સમાચાર મળતા જ તાત્કાલિક ધોરણે પોલીસ સહિત ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મૃતકોની ઉંમર ૧૦ વર્ષ, ૮ વર્ષની બાળકી, ૭ અને ૫ વર્ષનો છોકરો સામેલ છે.
આ બાબતે મીડિયા સૂત્રો અનુસાર, પિતાએ પોતાના ચારેય માસૂમ બાળકોનું ગળું કાપીને હત્યા કરી હતી. ત્યારબાદ પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલ પોલીસ મૃતકોની ડેડબોડીને કબજે કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
શાહજહાંપુરના માનપુર ચચરી ગામમાં આ ઘટના બની હતી છે. ગામમાં રહેતો રાજીવ પોતાના ઘરે એકલો હતો અને તેના ચાર બાળકો (ત્રણ પુત્રીઓ અને એક પુત્ર) પણ હતો. મોડી રાત સુધી રાજીવે પોતાની ૧૩ વર્ષની પુત્રી સ્મૃતિ, ૯ વર્ષની પુત્રી કીર્તિ, ૭ વર્ષની પુત્રી પ્રગતિ અને ૫ વર્ષના પુત્ર ઋષભનું ગળું કાપીને ર્નિદયતાપૂર્વક હત્યા કરી દીધી હતી.

Follow Me:

Related Posts