ભાવનગર

નોઘણવદર શાળાના ૧૫૦મા સ્થાપના દિવસની ભાવપુર્ણ ઉજવણી

ભાવનગરના પાલીતાણા તાલુકાના નોઘણવદરની પ્રા. શાળાના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા કલેકટર શ્રી મનિષ બંસલના અધ્યક્ષસ્થાને સુંદર કાર્યક્રમનુ તા. 3/1/26 શનિવારે આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષકોનુ સન્માન ગામના ઉધોગપતિઓ અને ગામના દાતાશ્રીઓનુ મોમેન્ટ અને શાલ દ્રારા સન્માનિત કરવામાં આવ્યું.
શાળાના બાળકો દ્રારા વિવિધ વેશભૂષાઓ સાથે સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજવામા આવ્યો. આ કાર્યક્રમમાં કલેકટરશ્રી ઉપરાંત પાલીતાણા પ્રાંત અધિકારી શ્રી અંકીત પટેલ,ડી વાય એસ પી શ્રી મહિર બારીઆ,મામલતદાર શ્રી અર્જુનસિંહ ડોડીયા સહિતના અધિકારીઓએ ખાસ હાજરી આપી હતી. નોઘણવદર ગામના ઉધોગપતિઓ, દાતાશ્રીઓ સહિત સૌએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી. ૧૫૦મા સ્થાપના દિવસે પધારેલ મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કેવિન મુકેશભાઈ દવે તરફથી અને તમામ બાળકોને સેવ ખમણ શિક્ષક શ્રી કપિલભાઈ બારૈયા તરફથી કરવામાં આવી હતી. ગ્રામજનો શિક્ષણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.

Related Posts