હજુ સોળ નવેમ્બર રાષ્ટ્રીય પત્રકારત્વ દિન અને પત્રકાર પાંધીસરનો જન્મદિવસ હજુ હમણા જ ગયો. આ સંદર્ભે એક પત્રકાર તરીકે વ્યક્તિની સામાજિક ભૂમિકા કેવી હોવી જોઇએ એ સંદર્ભમાં વાત કરીએ તો પત્રકારે વલણ કરતાં વધુ મહત્વ સત્ય નિરૂપણને આપવું જોઈએ. કોઈ પણ પ્રવાહથી પ્રભાવિત થયા વગર એક કાચના અરિસા માફક સ્વચ્છ પ્રતિબિંબને આમજનતા સમક્ષ રજૂ કરવું જોઈએ.. લોકોને પણ ઉડીને આંખે વળગે તેવી રીતે શિષ્ટ ભાષામાં સંયમ સાથે પોતાના કલમનો કસબ કાગળ પર ઉતારી લોકો સમક્ષ પહોંચતો કરવો જોઇએ.
હવે વાત કરીએ સાવરકુંડલાના પત્રકાર બિપીનભાઈ પાંધીની તો તેમના દ્વારા માત્ર શહેર જ નહિ સાવરકુંડલા પંથક તેમજ આસપાસના વિસ્તારોના ખબરોને સચોટ રીતે અખબારી પરિભાષામાં પરિવર્તિત કરીને તંત્ર અને સમાજ સુધી પહોંચાડવાનો અવિરત ભગીરથ પ્રયાસ થતો જોવા મળે છે.
વિશેષ કશું નહી કહેતા બસ સતત કાર્યશીલ રહીને છાંસઠ વર્ષની ઉંમરે પણ લોકોના જેન્યૂન પ્રશ્ર્નોને વાચા આપવા પ્રયત્નશીલ રહેતા તેમણે જણાવ્યું હતું કે પત્રકારત્વનું આ સેવા કાર્ય જીવનના અંતિમ શ્ર્વાસ સુધી અવિરત ચાલુ રહે તેવી અભિલાષા સાથે ફરી આપ સૌનો હાર્દિક આભાર પણ વ્યક્ત કર્યો હતો.



















Recent Comments