ભાવનગર

ભાવનગર શિશુવિહાર પરિસર માં સંગ્રાહકોનું અનેરું સ્નેહ મિલન યોજાયું

ભાવનગર માં વસતા અને જુદી જુદી  વસ્તુઓ જેવી કે ટપાલ ટિકિટ, પોસ્ટ કાર્ડ, પોસ્ટ કવરો, ચલણી નોટ અને સિક્કા,  માચીસ બોક્ષ, બટન, કિચેઇન, છરી(ચાકુ), ન્યૂઝ પેપરના અનેક પ્રકારના કટીંગો, એન્ટિક વસ્તુઓ જેવા અનેક સંગ્રહમાં રસ ધરાવતા બાળકો, યુવાનો, વડીલ  માટે તારીખ ૨૮ ફેબ્રુઆરી શનિવારે સાંજે ૫-૦૦કલાકે શિશુવિહાર સંસ્થામાં અનેરું મિલન યોજાયું હતું. આ મિલનમાં ૧૫ થી વધુ  સંખ્યામાં સંગ્રાહકો ઉત્સાહ સાથે જોડાયા હતા. 

આ મિલન માં શિશુવિહાર સંસ્થાના નિયામકશ્રી ધર્મેશભાઈ અને શ્રી હરેશભાઈ દ્વારા દરેક ને  યોગ્ય માર્ગદર્શન સાથે જરૂરી વ્યવસ્થા પૂરી પાડેલ. 

કાગળ ઉપર વિદ્યાર્થી બાળકો માટે પ્રદર્શન ગોઠવી આવી અમૂલ્ય માહિતીથી અવગત કરાવવા અને અરસપરસ માહિતીની આપ-લે માટે વોટ્સએપ ગ્રુપ બનાવવું, નિયમિત દર મહિને આવી રીતે મળવાનું અને આ ક્ષેત્રના રસિક માણસોને પણ સામેલ કરવાની બાબતે લક્ષ આપવાના  પ્રફુલ્લિત ભાવ સાથે,  હળવો નાસ્તા સાથેની  સ્નેહ મિલનની મોજ માણીને છૂટા પડ્યા.

Related Posts