શહેરમાં એક મોટી જાનહાની ટળી હતી જેમાં જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજ બિલ્ડિંગનો એક જર્જરિત ભાગ અચાનક ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટના મામલે મળી માહિતી અનુસાર, બીજા માળે બિલ્ડિંગનો કેટલોક હિસ્સો એકાએક નીચે પડ્યો હતો. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોના સંચાલકોએ પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરી દીધી હતી.
આ ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાનું તંત્રમાં એસ્ટેટ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું. હાલમાં, બિલ્ડિંગનો હજુ પણ કેટલોક ભાગ જર્જરિત હોવાથી વધુ કોઈ દુર્ઘટના ન બને તે માટે આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. અને જર્જરિત ભાગને તોડી પાડવાની કામગીરી શરૂ કરે દેવાઈ છે.
સાથેજ, સિટી બી ડિવિઝન પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને નિયંત્રિત કરી હતી. આ ઘટનાએ શહેરની જૂની અને જર્જરિત ઇમારતોની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઊભો કર્યો છે. તંત્ર દ્વારા આગામી સમયમાં આવી ઇમારતો સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.


















Recent Comments