અમરેલી

આઇ.ટી.આઇ અમરેલી ખાતે ૧૦ માર્ચે રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રોના અગ્રગણ્ય એકમ વેલસ્પન લિવીંગ અંજારગાંધીધામ માટે  અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા. ૧૦.૦૩.૨૦૨૬ના રોજ સવારે ૧૧ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, (આઇ.ટી.આઇ) લાઠી રોડઅમરેલી  ખાતે રોજગાર મેળો યોજાશે.

આ ભરતી મેળામાં ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધો.૦૮ધો.૦૯ધો.૧૦ધો.૧૨,  આઇ.ટી.આઇ ઇન ફીટરમીકેનીકડીઝલ મીકેનીકમશીનીસ્ટની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદારો માટે રોજગાર ઈચ્છુકો માટે નોકરી પ્રાપ્ત કરવાની તક છે.

આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Posts