અમરેલી

અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૧૨ માર્ચે રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકો માટે રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તે માટે આલ્ફા ઓટોલિંક એલ.એલ.પી. માટે ખાલી જગ્યાને અનુરુપ ૨૦ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સી-બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન, રાજમહેલ કમ્પાઉન્ડ, જિલ્લા આયોજન કચેરી સામે, અમરેલી ખાતે તા.૧૨ માર્ચ, ૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે યોજાનાર આ ભરતીમેળામાં આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવું.

અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવાની રહેશે તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts