અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૫ને ગુરુવારના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં એઇમ લિમિટેડ ભાવનગર દ્વારા આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર (માર્કેટિંગ), બ્રાન્ચ મેનેજર માર્કેટિંગની જગ્યા માટે ૧૮થી ૩૫ વર્ષની વય મર્યાદા તેમજ ધો.૧૦, ધો. ૧૨, સ્નાતકની શૈક્ષણિક લાયકાત આવશ્યક છે.
એલ.આઈ.સી. અમરેલી દ્વારા એજન્ટની જગ્યા માટે ૧૮થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધો. ૧૨ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઈચ્છુકોએ અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો સવારે ૧૧.૦૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી, સી-બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન, અમરેલી ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.
ભરતી મેળા માટે રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરી પોર્ટલ જોબફેરના મેનુમાં ક્લીક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. ભરતીમેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધાણી કરાવવી ફરજિયાત છે.
આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો (૦૨૭૯૨) ૨૨૩૩૯૪ સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.




















Recent Comments