અમરેલી

સાવરકુંડલા સોમનાથ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે દીવા વિતરણ કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા સોમનાથ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે દીવા વિતરણ કાર્યક્રમ જે છેલ્લા ચાર વર્ષથી થઈ રહ્યો છે જેમાં સાવરકુંડલાના ગરીબ પરિવારો અને જરૂરિયાતમંદ કે જે ઝુંપડપટ્ટીમાં રહે છે તે લોકો માટે દીવા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ જરૂરિયાતમંદ પરિવારના ઘરોમાં પ્રકાશ ફેલાવવાનો છે જેથી તેમના જીવનમાં અંજવાળું આવે આ માટે ઈલેક્ટ્રીક સોલાર ફાનસ અને લેમ્પનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અનેરૂ પ્રેરણાત્મક શ્રેષ્ઠ ઉદાહરણ સમાજમાં આપવામાં આવ્યું હતું. અને આ કાર્યક પ દ્વારા સોમનાથ મહાદેવ અને નવરાત ચાલી રહી છે ત્યારે મા દુર્ગાના વિવિધ સ્વરૂપોને પણ બધાની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને આ શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવ્યું હતું.

Related Posts