સુપ્રીમ કોર્ટે જસ્ટિસ ઉપાધ્યાયનો તપાસ અહેવાલ વેબસાઇટ પર મૂક્યો છે, જ્યાં બળી ગયેલી નોટોની તસવીરો જાેઈ શકાય છે
દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ વર્માના ઘરની અંદરની પહેલી તસવીર સામે આવી છે. તસવીરોમાં બળી ગયેલી નોટો સ્પષ્ટ દેખાય છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરે આટલી બધી રોકડ કેવી રીતે આવી તેની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.
ન્યાયાધીશ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી મોટાપાયે રોકડ રકમ પકડાયાની વાતોને જુઠ્ઠી હોવાનો ફાયરબ્રિગેડના અધિકારી દ્વારા દાવો કરાયા બાદ હવે ખુદ સુપ્રીમ કોર્ટે એ જુઠ્ઠાણાની પોલ ખોલી નાખતી તસવીરો જાહેર કરી છે.
આ મામલે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કડક વલણ અપનાવતા જસ્ટિસ વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયનો રિપોર્ટ મળ્યા બાદ સીજેઆઈએ આંતરિક તપાસનો આદેશ આપ્યો અને જસ્ટિસ વર્માને કોઈ ન્યાયિક કાર્ય ન સોંપવા ફરમાન કર્યું. તેનો અર્થ એ થયો કે જસ્ટિસ વર્મા સામે ત્રણ ન્યાયાધીશોની સમિતિ તપાસ કરશે એટલું જ નહીં, તેમનું ન્યાયિક કાર્ય પણ તેમની પાસેથી પાછું લઈ લેવામાં આવશે.
જસ્ટિસ વર્મા સામેના આરોપોની તપાસ માટે આંતરિક તપાસ પ્રક્રિયા બાદ, ઝ્રત્નૈં દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની તપાસ સમિતિમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જીએસ સંધાવલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જજ અનુ શિવરામનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક અભૂતપૂર્વ પગલું ભરતાં સુપ્રીમ કોર્ટે શનિવારે મોડી રાત્રે જસ્ટિસ વર્માના નિવાસસ્થાનેથી મોટી માત્રામાં રોકડ રકમની કથિત વસૂલાતનો સંપૂર્ણ તપાસ અહેવાલ તેની વેબસાઇટ પર અપલોડ કર્યો.
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે જસ્ટિસ ઉપાધ્યાયનો તપાસ અહેવાલ તેની વેબસાઇટ પર મૂક્યો છે, જ્યાં બળી ગયેલી નોટોની તસવીરો જાેઈ શકાય છે. બીજી તરફ, જસ્ટિસ વર્માએ પોતાનો લૂલો બચાવ કરતાં કહ્યું કે મેં કે મારા પરિવારના કોઈપણ સભ્યએ ક્યારેય ઘરના સ્ટોરરૂમમાં રોકડ રકમ રાખી નથી.
Recent Comments