આમ આદમી પાર્ટી દ્વારા સરદાર પટેલ જ્યંતી નિમિતે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે યોજાયેલ કિસાન મહા પંચાયત માં સાવરકુંડલા શહેર અને તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા કિસાન મહા પંચાયત માં કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચારના અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ખેડૂતો સાથેના અન્યાય સામે અવાજ ઉઠાવવા સાવરકુંડલા આમ આદમી પાર્ટીના જગદીશભાઈ ડાભી ઠાકોર, એડવોકેટ અમિત રાઠોડ, સાવરકુંડલા લીલીયા વિધાનસભા પ્રભારી ઓધવજીભાઈ રાદડિયા પટેલ, શહેર અગ્રણી ઈશ્વરભાઈ સિધ્ધપુરા સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા
સાવરકુંડલા આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાયલા ખાતે કિસાન મહા પંચાયતમાં જોડાયા












Recent Comments