સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને એક બાતમી મળી હતી કે, રામોલ વાંચ રોડ પર દારૂનો એક મોટો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે જેની પર વોચ ગોઠવી એક કન્ટેનરમાં ભૂસાની આડમાં લાવવામાં આવી રહેલો રૂપિયા ૪૮ લાખની કિંમતની ૨૦ હજાર બોટલ જેટલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂ બિયરનો મોટો જથ્થો રામોલના એક બૂટલેગરને પહોંચતો કરવાનો હતો. જાે કે દારૂનો જથ્થો તે રીસીવ કરે તે પહેલા જ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ જપ્ત કરી લીધો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પટેલને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક ટ્રકમાં ભૂસાની આડમાં દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે મોડી રાત્રે વોચ ગોઠવીને એક ટ્રકને રોકીને તપાસ કરતા તેમાંથી વીસ હજાર બોટલ જેટલો વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. જેની કિંમત આશરે ૪૮ લાખ અંદાજવામાં આવી હતી.
આ કેસ બાબતે ટ્રક ચાલક જયકિશન જાટની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે લુધિયાણાથી સંજયસિંહ નામના વ્યક્તિએ દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો. ત્યારબાદ તે વૉટ્સએપથી કોલ અને લોકેશન મોકલીને ગાઈડ કરતો હતો. રામોલ પહોંચીને આ ટ્રક રામોલના એક બુટલેગરને આપવાની હતી. જે ખાલી કરીને પરત કરવાનો હતો. આ દારૂ લાવવાના બદલામાં તેને ૩૦ હજાર રૂપિયા આપવાના હતા.
મહત્વનું છે કે, જાે કે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ સ્થાનિક બુટલેગર સુધી પહોંચે તે પહેલાં જ દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આમ આ કેસમાં રામોલ પોલીસની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે. હાલ પોલીસે ૪૮ લાખના દારૂ અને બિયર સાથે ૮૮ લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ખાતે રાજસ્થાનથી એક ટ્રકમાં ભૂસાની આડમાં દારૂનો મોટો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો

Recent Comments