રાષ્ટ્રીય

શિકાગો એરપોર્ટ પર પાયલટની સમયસુચકતાને લીધે ટળી મોટી દુર્ઘટના

અમેરિકાના શિકાગોમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટતાં ટળી હતી જેમાં વિમાનના લેન્ડિંગ દરમિયાન બીજું વિમાન રનવે પર આવી ગયું અને ત્યારે સમયસૂચકતા વાપરીને વિમાનને પાછું ટેક ઓફ કરી લીધું જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.
એક વિમાન ઝ્રજી્‌ પર લેન્ડ કરી રહ્યું હતું કે જમીનને અડીને તરત જ ટેક ઓફ કરી દીધું.

કારણ કે રનવે પર બીજું વિમાન દેખાયું. સાઉથવેસ્ટ ફ્લાઇટ ૨૫૦૪નું સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું. ફ્લાઇટ ક્રૂએ રનવેમાં પ્રવેશતા અન્ય વિમાન સાથે સંભવિત અથડામણને ટાળવા માટે સાવચેતીપૂર્વક ડાયવર્ઝન કર્યું અને વિમાન કોઈ પણ ઘટના વિના લેન્ડ થયું. બીજા વિમાનને પરવાનગી વિના રનવેમાં પ્રવેશવા બદલ દોષી ઠેરવવામાં આવ્યું.વિમાનના માલિક, ફ્લેક્સજેટે, આ ઘટના વિશે માહિતી આપતાં કહ્યું કે તેઓ ઉચ્ચતમ સલામતી ધોરણોનું પાલન કરે છે. આ ઘટના બીજા વિમાનના રનવે પર ખોટી રીતે પ્રવેશવાના કારણે બની હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન આ મામલાની તપાસ કરી રહ્યું છે.

Related Posts