રાષ્ટ્રીય

ચીનના ગાઓમી શહેરમાં એક કેમિકલ વર્કશોપમાં મોટો વિસ્ફોટ થયો, ૫ના મોત

નના

ચીનના શેનડોંગ પ્રાંતના ગાઓમી શહેરમાં શાંદોંગ યુદાઓ કેમિકલના વર્કશોપમાં ભયાનક વિસ્ફોટ થતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. વિસ્ફોટના કારણે આસપાસની અનેક બિલ્ડિંગોને નુકસાન પણ થયું છે. સ્થાનિક અધિકારીઓએ બચાવ કામગીરી પૂરજાેશમાં શરૂ કરી દીધી હતી.
આ ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલીક પ્લાન્ટમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટની ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બીજીતરફ આગ કયા કારણોસર લાગી તેની હજુ કોઈ માહિતી સામે આવી નથી.
આ વિસ્ફોટના ચીની સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જાેવા મળી રહ્યા છે. ચીની મંત્રાલયે કહ્યું કે, સ્થાનિક ફાયર બ્રિગેડની ૫૫ ગાડીઓ અને ૨૩૨ કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલાયા છે. જ્યારે કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયે એક ટાસ્ક ફોર્સ અને બચાવ દળ પણ તાત્કાલીક ઘટના સ્થળે મોકલ્યું છે.
મીડિયા સૂત્રો અનુસાર, શેન્ડોંગ યુદાઓ કેમિકલ હિમાઇલ ગ્રુપની માલિકીની છે, જે લિસ્ટેડ હિમાઇલ મિકેનિકલની પણ માલિકી ધરાવે છે, મંગળવારે બપોરે તેના શેર લગભગ ૪% ઘટ્યા હતા.
ઓગસ્ટ ૨૦૧૯ માં સ્થપાયેલ, શેન્ડોંગ યુદાઓ કેમિકલ ગાઓમી રેન્હે કેમિકલ પાર્કમાં ૪૬ હેક્ટરથી વધુ જમીન ધરાવે છે અને કંપનીની વેબસાઇટ અનુસાર ૩૦૦ થી વધુ લોકોને રોજગારી આપે છે.
આ કંપનીની વેબસાઇટ કહે છે કે તે જંતુનાશકો, ફાર્માસ્યુટિકલ્સ અને રાસાયણિક મધ્યસ્થી વિકસાવે છે, તેનું ઉત્પાદન કરે છે અને વેચે છે.

Related Posts