વડોદરા જિલ્લાના પલાસવાડા ગામે કાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક દંપતી ડભોઇથી વડોદરા તરફ કારમાં આવી રહ્યું હતું.રસ્તા માં કાર ચાલકે સ્ટિયરિંગ પર પોતાનો કાબૂ ઘુમાવ્યો હતો અને તે દરમિયાન કાર જાેર થી ઝાડ સાથે ભટકાઈ હતી અને અચાનક કાર માં આગ લાગી હતી. કારચાલક ની સમજણ થી તેઓ સમયસર કાર ની બહાર નિકળી ગયા હતા અને પછી તેમની પત્ની ને બહાર કાઢ્યા હતા. મોટો ઘડાકો થતા સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત દંપતિને મદદનો પ્રયત્ન કર્યો હતો.આ ઘટના માં દંપતી ને નાની મોટી ઈજા થઈ હતી.સ્થાનિકો એ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી દંપતી ને નજીક ના સારવાર કેન્દ્ર પર મોકલી આપ્યા હતા.હાલ દંપતી ની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે . કાર આગની લપટોમાં આવતા બળી ને ભડથું થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા વડોદરા ગાજરાવાડી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી જઈ પાણીનો મારો ચલાવી કારની આગ ઓલવી હતી. સમગ્ર મામલે ડભોઇ પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ કાર્યવાહીની સોધકોલ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરામાં ગાડી ઝાળ સાથે અથડામણ બાદ ભીષણ આગ લાગી, તેમાં બેઠેલા દંપતી નો સફળતા પૂર્વક બચાવ

Recent Comments