અમરેલી

દામનગર ખાતે પશુ આરોગ્ય કેન્દ્રો ના તબીબો દ્વારા સામુહિક પશુ આરોગ્ય તપાસ સારવાર કેમ્પ યોજાયો

દામનગર ખાતે લાઠી તાલુકા પશુ આરોગ્ય કેન્દ્રો ના તબીબો દ્વારા સામુહિક પશુ આરોગ્ય તપાસ સારવાર કેમ્પ યોજાયો લાઠી અને દામનગર  પશુ ચિકિત્સકો ની ટિમ દ્વારા વિવિધ ગૌશાળા પાંજરાપોળ સહિત અને માલધારી નેસડા ઓમા રૂબરૂ  પશુ આરોગ્ય તપાસ સારવાર કરાય દામનગર ખાતે પશુ દવાખાના લાઠી અને પશુ દવાખાના દામનગર ની ટીમ દ્વારા નિશુલ્ક પશુ સારવાર કેમ્પ અને રસીકરણ કરેલ જેમાં આશરે ૩૦૦ થી ૩૫૦ જેટલા પશુ ઑ ને આવરી લીધેલ હતો અનેક પશુ પાલકો એ પોતા ના પશુ ઓની તપાસ સારવાર સાથે રસીકરણ કરાવી પોતા ના પશુ ઓનું આરોગ્ય સુનિશ્વિત કરાવી સંતોષ વ્યક્ત કર્યો હતો પશુ પાલકો ને મુંઝવતા અનેક જટિલ પ્રશ્નો અંગે પશુ તબીબો એ માર્ગદર્શન આપી સર્વ ને અવગત કર્યા હતા અને એનિમલ દવા ઓની સમજ સાથે પશુ ઓની તપાસ સારવાર કરાય હતી 

Related Posts