ગુજરાત

સુરત લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ઇન્ડિયન રેડક્રોસ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ના સયુંકત ઉપક્રમે દેલાડવા ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

સુરત દેવિકૃપા રેસીડેન્સી,સાણિયા દેલાડવા, ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આ મેડિકલ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાંચ, લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ ચક્ષુ બેંક તથા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના સહયોગથી કેમ્પ યોજાયો હતો કેમ્પ દરમિયાન આંખોની તપાસ માટે ૮૭ દર્દીઓ અને સર્વરોગ તપાસ માટે ૮૦ દર્દીઓએ લાભ લીધો હતોઆ પ્રસંગે હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડૉ. પ્રફુલ્લ શિરોયા તેમજ શ્રી જિગ્નેશભાઈ પાટીલ, ઓફિસર કમાન્ડિંગ C ઝોન ગિરિશ પટેલ અને સિનિયર પ્લાટૂન કમાન્ડર બાઘ હાજર રહી સમાજનું મનોબળ વધાર્યું હતું સોસાયટીના પ્રમુખ શ્રી નિતિનભાઈ જાધવ તથા ઉપપ્રમુખ શ્રી પ્રસાદભાઈ છિલકા, કમિટી સભ્યો શ્રી સુનીલભાઈ બુલબુલે, મિશ્રાજી, સંદીપભાઈ પાટીલ, નિલેશ સંસારી, હર્ષલભાઈ માળી, રાજાબાઈ પાલ, વિનિતભાઈ તેમજ તેમની ટીમ અને સોસાયટીના તમામ સભ્યો તથા બાળકો દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો, જેના કારણે કેમ્પ સફળ રહ્યોઆ મેડિકલ કેમ્પને સોસાયટીમાં લાવવાનો સંપૂર્ણ શ્રેય શ્રી રૂપેશભાઈ નરોલે અને તેમના પરિવારને જાય છે, જેમણે આ કેમ્પ માટે પ્રેરણા આપી હતી

Related Posts