ભાવનગર બાળ શિક્ષણમાં એકમ કસોટી ના સ્થાને ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન દ્વારા જીવન શિક્ષણને મહત્વ આપવાના વિચાર થી ભાવનગરના બાળ કેળવણીકારો ની એક બેઠક શિશુવિહાર સંસ્થામાં યોજાઈ ગઈ..
ગિજુભાઈ બધેકાની ધરતી ઉપરથી વિકસેલ આ વિચારને ના સમર્થનમાં ડૉ .નલિનભાઈ પંડિત ના રાજ્ય કક્ષાના કન્વીનર નેતૃત્વ હેઠળ યોજાયેલ પ્રથમ બેઠક માં કચ્છ સહિત વિવિધ ક્ષેત્રના ના ૨૧ તજજ્ઞોએ ભાગ લઈને બાળ કેળવણી ના હેતુ અને તેના મૂલ્યાંકન વિષય એ ચર્ચા કરી હતી. ભાવનગર ડાયટ ના પ્રચાર્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ ના સંયોજનથી યોજાયેલ બે દિવસ ય બેઠક માં વિદ્યા ભારતી થી શ્રી ભરતભાઈ ધોકાઈ. તેમજ આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ શ્રી પરેશભાઈ ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું હતું..બાળકેળવણીમા જીવન મૂલ્યોને પ્રાધાન્ય આપતા સ્વસ્થ નાગરિક ઘડતર માટે અનિવાર્ય નવા એકમો ને સાંકળી તૈયાર થયેલ અહેવાલ રાજ્ય ના શિક્ષણ વિભાગ પાસે મૂકવામાં આવનાર છે.
Recent Comments