fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ અને અમરેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

 જાન્યુઆરી, ૨૦૨૫ (શનિવાર) અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ અને અમરેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં ધારાસભ્યશ્રી તેમજ જિલ્લાના અધિકારીશ્રીઓ સમક્ષ સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર શ્રી  દ્વારા સૂચિત જંત્રી દર અંગેની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતુ.

સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી  મહેશભાઇ કસવાળાની  ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ  વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓને જરુરી દિશાદર્શન આપ્યું હતું. સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રીએ, જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનના સુચારુ આયોજન અને તૈયારીઓ અંગે વિગતો આપી હતી. જિલ્લા કલેક્ટર શ્રીએ,જિલ્લાની વિવિધ વાજબી ભાવની દુકાનના લાયસન્સની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર શ્રી દિલિપસિંહ ગોહિલે કર્યુ હતુ.

આ બેઠકમાં સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી  મહેશભાઇ કસવાળા, જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત,  નાયબ વન સંરક્ષક શ્રી ગીર પૂર્વ રાજદિપસિંહ ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, પ્રાંત અધિકારીશ્રીઓ, પંચાયત, આરોગ્ય, શિક્ષણ, વાસ્મો, પાણી પુરવઠા, જળસિંચન, વન, પોલીસ, એસ.ટી., નગરપાલિકા તેમજ વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts