ભાવનગર

ભાવનગર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના રસ્તાઓની સમીક્ષા માટે અધિકારીઓની બેઠક યોજાઈ

આજે ભાવનગર કલેકટર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના
અધ્યક્ષસ્થાને જિલ્લાના રસ્તાઓની મરામત અંગે અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ અધિકારીઓને સુચના આપતાં જણાવ્યું હતું કે, ભાવનગર
જિલ્લામાં વરસાદને લીધે અનેક રસ્તાઓ બિસ્માર થયાં છે ત્યારે આ રસ્તાઓના મરામતના કામો યુધ્ધના ધોરણે પૂર્ણ
કરવા પર વિશેષ ભાર મુક્યો હતો. તેમણે સમયમર્યાદા અને ગુણવત્તાની બાબતમાં જરાપણ બાંધછોડ ન કરવા પણ
તાકીદ કરી હતી.
તેમણે કહ્યું કે, જે એજન્સીઓ નબળી કામગીરી કરે છે તેને બ્લેક લિસ્ટ કરી કડક કાર્યવાહી કરવા પણ સુચના
આપી હતી.
મંત્રીશ્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીઓ પાસેથી હાઈવે, મુખ્ય જિલ્લા માર્ગ, ગ્રામ્ય માર્ગ અંગેની વિગતો
મેળવી ચાલુ ચોમાસા દરમિયાન મરામત કરેલા રસ્તાઓ, છેલ્લા ૩ વર્ષમાં નિર્ધારિત કરવામાં આવેલ ચારમાર્ગીય
રસ્તાઓ બનાવી અપગ્રેડ કરવાની કામગીરી, નિર્ધારિત કરવામાં આવેલ રસ્તાની‌ રીસર્ફેસીંગની કામગીરી,
સૂચવવામા આવેલ નવી એલાઈમેન્ટ (પથરેખા)ની વિગતોની સાથે મહત્વનાં પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ‌ પર સવિશેષ
ધ્યાન આપવા જરૂરી સુચના સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ વેળાએ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, ધારાસભ્યશ્રી
ગૌતમભાઈ ચૌહાણ અને શ્રીમતી સેજલબેન પંડ્યાએ જિલ્લાના રોડ રસ્તાની કામગીરી અંગે જરૂરી સૂચનો કર્યા હતાં.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, ભાવનગર
ઝોનના પ્રાદેશિક કમિશનર શ્રી ધવલ પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, આર.સી.એમ.કચેરી
અધિક કલેકટર શ્રી ડી.એન.સતાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, અગ્રણી શ્રી દિગ્વિજયસિંહ
ગોહિલ, શ્રી કુમાર શાહ સહિત પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts