અમરેલી જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
માર્ચ ૨૦૨૬ માસ દરમિયાન વિભાગીય નિયામક એસ.ટી. દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરો માટે માર્ગ સલામતીના કાયદા સહિતની વિગતો આવરી લેતા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.
વાહન ચાલકોની સલામતી જળવાઈ અને ટ્રાફિકને લગતા નિયમોનું પાલન થાય તે માટે હેલમેટ, સીટબેલ્ટ, ઓવર સ્પીડીંગ સહિતના કાયદાઓનું વાહચાલકો અસરકારક પાલન કરે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી સૂચના આપી હતી. વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત થાય તે માટે જરૂરી કાયદાઓનો અમલ સતત અને નિયમિત રીતે કરવા માટે કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપી હતી.
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલ, સૂપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી અતુલ સિંઘ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.જી.ગોહિલ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો. જોશી, માર્ગ મકાન વિભાગ નગરપાલિકા, પોલીસ, ૧૦૮, આરોગ્ય, સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.














Recent Comments