અમરેલી નિવાસી અધિક કલેકટર શ્રી દિલીપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત થાય તે માટે જરૂરી કાયદાઓનો અમલ સતત અને નિયમિત રીતે કરવા માટે નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપી હતી.
જાન્યુઆરી ૨૦૨૬ માસ દરમિયાન અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા હેલ્મેટ, સીટ બેલ્ટ, રીફ્લેક્ટર, પી.યુ.સી, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહન, હાઇબીમ લાઇટ, સહિતની બાબતોને લઈને જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવશે. સ્કૂલ કોલેજ કક્ષાએ રોડ સેફ્ટી લગત જનજાગૃત્તિ કાર્યક્રમો યોજાશે. ડ્રાઈવરો માટે આંખ, બ્લડ પ્રેશર, સુગર તપાસ માટે મેડિકલ કેમ્પ યોજાશે. વાહન ચાલકોએ સલામતી માટે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, અતિશય ઝડપે વાહન ચલાવવું નહીં વગેરે બાબતોને લઈને કાળજી રાખવી હિતાવહ છે. માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં સંબંધિત વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments