અમરેલી

અમરેલી જિલ્લા પંચાયત ખાતે બોગસ તબીબ અંતર્ગત નિમાયેલ કમિટીની બેઠક યોજાઈ

આજરોજ જિલ્લા પંચાયત અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને બોગસ તબીબ અંતર્ગત નિમાયેલ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બોગસ તબીબો વિરુદ્ધ મળેલ ફરિયાદોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જે ક્લિનિક વિરુદ્ધ ફરિયાદ કે એફ.આઈ.આર નોંધાયેલ હોય તે ક્લિનિકો ફરીથી ચાલુ થઈ ગઈ હોય તો તેની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત હોમિયોપેથિક કે આયુર્વેદિક ડોક્ટરોની ડિગ્રીઓ વિરુદ્ધ ફરિયાદ હોય તો તેમની ડિગ્રી સંબંધિત તપાસ કરવા બાબતે પણ સૂચના આપવામાં આવી હતી.

૩ દિવસીય સ્પેશિયલ ડ્રાઈવના આયોજન બાબતે સૂચના આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કહ્યું કે, યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ૨૦૨૩ હેઠળ દરેક ક્લિનિક કે સંસ્થા અથવા ડોક્ટરે ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. આ બેઠકમાં સંબંધિત સર્વ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts