આજે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદશ્રી ભરત સુતરીયાની અધ્યક્ષતામાં દિશા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ ભારત સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ સુવ્યવસ્થિત રીતે થાય. આથી કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના લક્ષાંક સિધ્ધિ અંગે ચર્ચા કરવામાં આવી.
સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાએ બેઠક દરમ્યાન સબંધિત યોજનાના અમલિકરણ અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની દરેક યોજનાની ઝડપી અમલવારી માટે દરેક વિભાગે સંકલિત રીતે કાર્ય કરવું જરૂરી છે.
બેઠક દરમ્યાન વિવિધ વિભાગોના અધિકારીઓએ યોજનાઓની હાલની સ્થિતિ અને અમલીકરણ અંગેની વિગતો રજૂ કરી હતી. સાંસદશ્રીએ સૂચના આપી હતી કે યોજનાઓના લાભાર્થીઓને સમયસર લાભ મળે અને ક્યાંય પણ વિલંબ કે બેદરકારી ન રહે, તે બાબત પર ખાસ ધ્યાન અપાય.
આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી અને આગામી દિવસોમાં યોજનાઓના અમલીકરણમાં ઝડપ લાવવા માટે વિભાગોને જરૂરી સૂચનો આપવામાં આવી.
બેઠક બાદ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, “દિશા સમિતિ દ્વારા સરકારની દરેક યોજના છેવાડાના માનવી સુધી પહોંચે તે જ મુખ્ય ઉદ્દેશ છે. અધિકારીઓએ સમયમર્યાદામાં કામ પૂરૂં કરીને વિકાસના ગતિને વેગ આપવો જોઈએ.”
બેઠકમાં અમરેલી વિધાનસભાના ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઇ તળાવીયા, સાવરકુંડલા ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા, દિશા સમિતિના સભ્યો તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments