ભાવનગર કલેક્ટર કચેરી ખાતે સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને
ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ (દિશા) કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર તથા
રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત જિલ્લામાં હાથ ધરાયેલી કામગીરીની
વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની કલ્યાણકારી
યોજનાઓનો વાસ્તવિક લાભ સમાજના છેવાડાના નાગરિકો સુધી સરળતાથી અને સમયસર પહોંચે તે માટે તમામ
સંબંધિત વિભાગોએ સંકલિત, પારદર્શક અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી આવશ્યક છે.
તેમણે જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત રીતે તથા નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે
માટે અધિકારીઓને વિશેષ તાકીદ કરી હતી. સાથે જ જે એજન્સીઓ નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં
નિષ્ફળ જાય છે, તેવી એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી.
બેઠક દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ ગ્રામિણ રોજગાર યોજના, દીનદયાલ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામિણ
આજીવિકા મિશન (NRLM), દીનદયાલ ઉપાધ્યાય ગ્રામિણ કૌશલ્ય યોજના (DDU-GKY), પ્રધાનમંત્રી આવાસ યોજના
(ગ્રામીણ), પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સમગ્ર શિક્ષા અભિયાન, રેલવે વિભાગ તથા બીએસએનએલ સહિતના
વિભાગોની કામગીરી અંગે ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, આગેવાન શ્રી દિગ્વિજયસિંહ
ગોહિલ, શ્રી કુમારભાઈ શાહ તથા સિહોર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેને જિલ્લાની વિકાસ પ્રક્રિયાને વધુ
ગતિ મળે તે માટે રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, નિવાસી
અધિક કલેક્ટર શ્રી એન.ડી.ગોવાણી, ડેપ્યુટી કમિશનરશ્રી જે.કે.રાવલ, ઈ.ચા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક
શ્રી અક્ષરભાઈ વ્યાસ સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments