અમરેલી

સાંસદ ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનિટરિંગ કમિટી- દિશા બેઠક યોજાઈ હતી. જેમાં સવિશેષ કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓ – કાર્યક્રમની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર કચેરી ખાતે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્ય સર્વશ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવિયાની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લામાં કેન્દ્ર રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણ સંદર્ભે વિસ્તૃત સમીક્ષાની સાથે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી યોજનાકીય સિદ્ધિઓની વિગતો મેળવી હતી. આ ઉપરાંત જનસામાન્ય સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે માટે પણ જરૂરી માર્ગદર્શન કર્યું હતું.

સાંસદશ્રીએ જિલ્લામાં લોકોને સ્પર્શતા રોડ રસ્તા, વિકાસના કામો અને માળખાકીય સુવિધાઓ સહિતના મુદ્દે પણ જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજે પણ જુદી જુદી યોજનાઓના અને પ્રોજેક્ટ સંદર્ભે ઝડપભેર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અધિકારીશ્રીઓનું જરૂરી સૂચનાઓ આપવાની સાથે માર્ગદર્શન કર્યું હતું.

આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના રસ્તાઓની મરામત, વાસ્મો યોજના, સ્વામિત્વ યોજના, પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાના અમલીકરણ સંદર્ભે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, દિનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, સાંસદ આદર્શ ગ્રામ્ય યોજના, અમૃત 2.0, સંકલિત બાળ વિકાસ યોજના, આયુષ્માન ભારત ડિજિટલ મિશન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના,  શિષ્યવૃત્તિ યોજનાઓ, ખેલો ઇન્ડિયા, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના સહિતની યોજનાઓ- કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાડેજાએ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts